Paragraaj na ganraaja
Paragraj society, near nayara petrol pump, warasia ring road • 266 Followers
About
-
Decoration / Theme
સંપૂર્ણ માટી ના શ્રીજી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાવાસી ઓ માટે પ્રાચીન મંદિર ની સંસ્કૃતિ ની ધરોહર સાથે આ વર્ષે પણ એક અનોખી થીમ સાથે ગણેશ ઉત્સવ ૨૦૨૪ માં " પરગરાજ ના ગણરાજા" એ ભારત ની પ્રાચીન શિલ્પકલા જે પહાડો ના પથ્થર માંથી કંડારેલા શિલ્પસ્થાપત્યો સાથે બનાવેલા મંદિર ને ધ્યાન માં લઈને ઇદાગુંજી ના મહાગણપતી મંદિર, કર્ણાટક ની પ્રસ્તુત કરેલ છે. જેમાં ગણપતિજીની આબેહૂબ માટી ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ઈદાગુંજી ઉત્તર કન્ન્ડ જિલ્લા ના હોનાવારા તાલુકા માં આવેલું છે. આ સ્થાન મહાગણપતિ માટે સુપ્રસિદ્ધ છે. ઇદાગુંજી નું મહાગણપત્તી મંદિર ૧૫૦૦ થી પણ વધારે જૂની સંસ્કૃતિ ધરાવતું મંદિર સ્થાપત્ય છે. એક દંતકથા અનુસાર દ્વાપરયુગના અંતે ઋષિગણ કળિયુગના આગમન વિશે ચિંતાગ્રસ્ત હતા. વાલખિલ્ય ઋષિએ અન્ય ઋષિઓ સાથે મળીને ભગવાન શ્રીકૃષ્ણને કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે પ્રાર્થના કરી, તેમજ મહાન તપશ્ચર્યાનો આરંભ કર્યો. તે સમયે તેમની તપશ્ચર્યામાં વિવિધ અડચણો નિર્માણ થવા લાગી. ઋષિઓએ તેમની તપશ્ચર્યામાં આવનારી અડચણો નારદમુનિ સમક્ષ પ્રસ્તુત કરી. મહર્ષિ નારદે ઋષિઓને વિઘ્નેશ્વરની આરાધના કરવા માટે કહ્યું. વાલખિલ્ય ઋષિએ નારદજીને વિઘ્નેશ્વરની આરાધના કરવા માટે યોગ્ય સ્થાન બતાવવા માટે વિનંતી કરી. તે વેળાએ શરાવતીની ડાબીબાજુએ કેટલાક માઈલોના અંતરે મહર્ષિ નારદે જગા નક્કી કરી. તે જગાનું નામ ‘કુંજવન’ એમ રાખવામાં આવ્યું. મહર્ષિ નારદે તે સ્થાનનું મહત્વ કહ્યું કે, પૃથ્વીનો નાશ કરવા માટે તપશ્ચર્યા કરનારા અસુરોનો નાશ કરવા માટે અહીં પવિત્ર ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પ્રગટ થયા હતા. તે ત્રિમૂર્તિએ ત્યાં આધ્યાત્મિક શક્તિ ધરાવતા ‘ચક્રતીર્થ’ અને ‘બ્રહ્મતીર્થ’ તરીકે ઓળખાતા કુંડો પણ સિદ્ધ કર્યા હતા. મહર્ષિ નારદે ત્યાં ઋષિઓની સહાયતાથી ‘દેવીતીર્થ’ નામનું હજી એક તળાવ બનાવ્યું. નારદે પાર્વતીમાતાને શ્રીગણેશને ત્યાં કુંજવનમાં મોકલવાની વિનંતી કરી. મહર્ષિ નારદે અને ઋષિઓએ કરેલી પ્રાર્થના પછી શ્રી ગણેશજી ત્યાં પ્રગટ થયા. ઋષિઓએ કરેલી પ્રાર્થનાથી પ્રસન્ન થઈને શ્રી ગણેશે સર્વ ઋષિઓની ઉપાસનામાં નિર્માણ થનારા વિઘ્નો દૂર કરવા માટે ત્યાં જ વાસ્તવ્ય કર્યું અને આશીર્વાદ આપ્યા કે જે ભક્તો આ મૂર્તિ ના દર્શન કરશે તેની સર્વ મનોકામના પૂર્ણ થશે. એ સ્થાન હવે ઇડગુંજી તરીકે આજે પ્રખ્યાત છે.
-
Followers 266 People
No Post Available